બદનક્ષીના ફોજદારી કેસમાં ફરિયાદ દાખલ

ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ દ્વારા કરાયેલ બદનક્ષી કેસમાં કોંગી આગેવાનોને સમન્સ આપવામાં આવ્યા છે અને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો છે. આ બનાવની વિગત મુજબ કોંગ્રેસ આગેવાનો દ્વારા વિરોધ પક્ષના નેતાના કાર્યાલય ખાતે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂ.500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અંગે પ્રેસનોટ જાહેર કરી હતી અને ટીવી મીડિયામાં નિવેદન અપાયું હતું.

આ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે જ્યારે નીતિન ભારદ્વાજ દ્વારા રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ માટે અરજી કરાઈ હતી. નીચેની કોર્ટે ફરીયાદી અને બે સાહેદોને તપાસ્યા બાદ હાલનો બનાવ ગાંધીનગરમાં બદનક્ષીની જે ફરીયાદ દાખલ થયેલ છે ,તે ફરીયાદનો જ એક ભાગ ગણી હાલની ફરિયાદ મૂળ ફરિયાદીને પરત આપવાનો હુકમ કરેલ હતો. જે હુકમથી નારાજ થઈ નીતિન ભારદ્વાજએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *