બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ 66-70 રૂપિયા પ્રતિ શેર છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO દ્વારા રૂ. 6,560 કરોડ એકત્ર કરવા માગે છે. આ IPO 11 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આ IPO દ્વારા રૂ. 6,560 કરોડ એકત્ર કરવા માગે છે. IPOમાં રૂ. 3,560 કરોડના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે, જ્યારે રૂ. 3,000 કરોડના મૂલ્યની ઓફર-ફોર-સેલ સામેલ હશે.
કંપનીએ આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ ₹66-₹70 નક્કી કરી છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 214 શેર માટે બિડ કરી શકે છે. જો તમે IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ પર ₹70 પર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,980નું રોકાણ કરવું પડશે.