તાજેતરમાં ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજા પરિવારનાં આંગણે તુલસી વિવાહનો અલૌકિક અને ઐતિહાસિક લગ્નોત્સવ ઉજવાયો જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. જેને લઇને ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ.જે માટે 500થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
એસઆરપી કેમ્પથી લઇ હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, કોલેજચોક, પેલેસ રોડ સ્ટેશન પ્લોટ રોડ,ઉમવાડા ચોકડી અને છેક રમાનાથધામ સુધી ઠેરઠેર પોઇન્ટ ગોઠવી પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ફરજ અપાઇ હતી.ભુખ તરસ ભુલી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા.એ સમયે શિવમ ટ્રસ્ટના સભ્યોએ સતત તેમને ઠંડુ પાણી, લીંબુ શરબત અને ચા કોફીનું વિતરણ કર્યું હતુ. અને તે રીતે તેમને એનર્જી પૂરી પાડી હતી.