શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 17 વર્ષ અને 8 માસની ઉંમર ધરાવતી સગીરાને પાડોશમાં રહેતા શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી, લગ્નની લાલચ આપી પાડોશી શખ્સ તેને પોતાના ઘરે બોલાવતો હતો અને બહાર ફરવા પણ લઇ જતો હતો. પાડોશીએ સગીરા પર પોતાના ઘરે અને બહાર હોટેલમાં અનેક વખત બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા.
સગીરા સાથેના એકાંતના ફોટા અને વીડિયો પણ આ શખ્સે ઉતાર્યા હતા, ત્યારબાદ વીડિયો ફરતા કરી દેવાની ધમકી આપી તેનું લાંબા સમયથી શારીરિક શોષણ કરતો હતો. સગીરાએ સંબંધ તોડવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને પ્રેમસંબંધ રાખવા તેમજ શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને સમાજમાં બદનામ કરી દેવાની પણ વાંરવાર ધમકી આપતો હતો.
પોલીસે સગીરાની ફરિયાદ પરથી પાડોશમાં રહેતા શખ્સ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાતા જ પોલીસની એક ટીમ તેને પકડવા દોડી ગઇ હતી પરંતુ આરોપી અગાથી જ તેના ઘરેથી નાસી ગયો હોય તેને ઝડપી લેવા તેના અલગ અલગ આશ્રયસ્થાનો પર દરોડા શરૂ કરવામાં આવ્યા છે.