ફિનલેન્ડઃ એક લાખ વર્ષ સુધી પરમાણુ ઈંધણને જમીનમાં દાટી દેશે

ફિનલેન્ડ તેના પરમાણુ ઈંધણના કચરાને દફનાવનારો દુનિયાનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. તે એક લાખ વર્ષ સુધી આ પરમાણુ ઈંધણને જમીનમાં ઊંડે સુધી દાટી દેશે. આ કચરાને લાંબા સમય સુધી માણસો અને પર્યાવરણથી દૂર રાખવો જરૂરી છે કારણ કે તે ક્યાં સુધી રેડિયોએક્ટિવ રહેશે, તે કહેવું મુશ્કેલ છે. હવે અહીં દુનિયાની પહેલી જિયોલોજિકલ ડિસ્પોઝલ ફેસિલિટી તૈયાર થવાની છે. બે વર્ષમાં તે શરૂ થઈ જશે.

ફિનલેન્ડની ભાષામાં ગુફા કે ખાડાને ‘ઓન્કાલા’ કહેવામાં આવે છે. તેનો અર્થ બહુ મોટો અને ઊંડો. તે ખબર નથી હોતી કે આ ક્યાં સમાપ્ત થાય છે કે ક્યાંક આનો અંત થાય છે કે નહીં. છેલ્લાં 20 વર્ષ દરમિયાન આ સ્થાનને બનાવવામાં આવ્યું છે. આ ઓકિલુઓતો દ્વીપના ખડકોમાં 450 મીટર ઊંડે છે. ખર્ચાયેલા પરમાણુ ઈંધણ માટે આ દુનિયાની પહેલી સ્થાઈ સ્ટોરેજ સાઇટ છે. તેની કિંમત આશરે 83 અબજ રૂપિયા (1.07 અબજ ડોલર) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *