ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટ અને તેના મિત્રને ‘તારે બહુ ઉતાવળ છે’ કહીં ચાર શખસોએ માર માર્યો

દિવ્યરાજસિંહ કિશોરસિંહ રાયજાદા (ઉ.વ.23)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અને મારા મિત્ર દક્ષરાજસિંહ ઝાલા બંન્ને મારા મોટા બાપુના ઘરેથી એકટીવામા જતા હતા દરમ્યાન બજરંગવાડી મેઈન રોડ પર આવેલ શક્તિ હોટલ સામે પહોંચતા સમીર દલ તથા તેના એક્સેસમા પાછળ બેઠેલ સાહીલ પિંજારા અમારા અકેટીવા આગળ આવી અને મને સમીર દલે કહ્યું, તારે કેમ બહુ ઉતાવળ છે તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેની પાછળ બેઠેલ સાહીલએ પણ પણ મારી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ થોડી વાર પછી બીજા બે વ્યક્તિઓને સમીરે બોલાવતા તમામ મારી સાથે ઝઘડો કર્યો હતો. સમીર દલે કહ્યું કે તારે આ રેલનગર શેરી નં.3 ના ખુણો કોઈ દીવસ બેસવુ નહીં અને હવે કોઈ દિવસ અહી રેલનગરના ખુણે ચોકમા બેસતા જોઈશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સોખડામાં વાડીની ઓરડીમાં જુગાર રમતા 6 ઝડપાયા

રાજકોટ તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 6 શખ્‍સોને પકડી રૂ.1,03 લાખની રોકડ રકમ કબજે કરી છે. બાતમીના આધારે પોલીસે સાંજના સમયે વાડીમાં ઓચિંતો દરોડો પાડતા, વાડીના મકાન પાસે જુગાર રમતા 6 શખ્‍સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેમાં પોલીસે વાડી માલિક ઘનશ્‍યામ ભીખુભાઈ પડાયા, સજુભા ભાવુભા પરમાર, ભૂપત દેવશીભાઈ મેઘાણી, રવજી જાદવભાઈ ગોરીયા, સંજય રમેશભાઇ રાઠોડ અને દેવજી ગાંડુભાઇ મેઘાણીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *