રાજકોટ શહેરની ફેમીલી કોર્ટના સજાના વોરન્ટમાં નાસતા ફરતાં આરોપી ભરત મનહરલાલ ગોંડલીયા (ઉ.વ.48)ને પેરોલ ફર્લો સ્કોડની ટીમે બાતમીને આધારે સુરતથી પકડી લઇ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. આ શખ્સ વિરુધ્ધ મેજીસ્ટ્રેટટ જી.ડી.યાદવની ફેમિલી કોર્ટના ફોજદારી કેસ નં. 424/22, 538/21 અને 266/24 મુજબ સજાનું વોરન્ટ નીકળ્યું હતું.