પ્રૌઢને બાટલામાં તાવનું ઇન્જેક્શન લગાવતા શરીરે રિએક્શન આવ્યું

ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ યુસુફભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડ પરના ક્લિનિકમાં સારવાર લીધી હતી અને બાટલો ચડાવ્યો હતો. તેમજ બાટલામાં ઇન્જેક્શન દેતા શરીર ઉપર રિએક્શન આવતાં તબિયત બગડી હતી. રામાપીર ચોકડીએ રિપોર્ટ કરાવવા જતાં તેને સિવિલમાં સારવાર લેવી પડે તેવું કહેતાં તે સારવાર માટે આવતાં દાખલ કરાયા હતાં.

તબીબે આ મામલે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યુસુફભાઇને સંતાનમાં એક દીકરો અને ચાર દીકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *