પ્રોહિબિશનના ગુનામાં 3 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપાયો

રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્કોડ 1 ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બામણબોર જીઆઇડીસી વિસ્તારમાંથી 23 વર્ષિય ભાભલુ શાંતુ ખાચર જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામનો વતની છે તેને ઝડપી પાડ્યો હતો. તેના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ધળાજા તેમજ મોરબીના ટંકારા પોલીસ મથક વિસ્તારમાં ગુના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *