ગોંડલના ભગવતપરા ખાતે ભાડાના મકાનમાં ત્રણ-ચાર દિવસ પહેલા જ રહેવા આવેલ પ્રેમી પંખીડાઓએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા ધર્મેશ રમેશભાઈ રેવર ઉંમર વર્ષ 23 અને ખાંડાધારની પરિણીતા સોનલબેન ઉંમર વર્ષ 35એ શહેરના ભગવતપરા ગેઈટવાળી શેરી ખાતે ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઈ લેતા જેની જાણ સીટી પોલીસને થતા પીએસઆઇ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.
ઘોઘાવદરના યુવાન અંગે તેના પિતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધર્મેશ બે ભાઈ બે બહેનના પરિવારમાં બીજા નબરનાં હતા. સેન્ટ્રીંગનું કામ કરી ઘર ગુજરાત ચલાવવામાં પરિવારને મદદ કરતા હતા. તહેવારની રજા માટે ઘરે ન આવતા તેને અનેકવાર ફોન કર્યા હતા, પરંતુ ફોન ઉપાડતા ન હોય પોલીસ મથકે જોવા તાજવીજ હાથ ધરી હતી. ત્યાં જ તેને ગળાફાંસો ખાઈ લીધેલ હોવાના માઠા સમાચાર મળ્યા હતા. જ્યારે પરિણીતા સોનલબેન એક પુત્ર અને એક પુત્રીની માતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.