રાજકોટ જિલ્લાના પડધરીના સરપદડ ગામે રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલા તેના કાકાજીના પુત્રના લગ્ન લખવાના હોય ત્યા જતા તમે અહીં કેમ આવ્યા કહી સસરા, સાસુ અને જેઠ, જેઠાણીએ મારકૂટ કરી તેને અને તેના પતિ અને માતાને પણ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પડધરીના સરપદડ ગામે રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા દર્શનાબેન નિલેશભાઇ રાઠોડએ ફરિયાદ કરી જણાવ્યું હતું કે, તેને કણકોટ ગામે મામાના પુત્ર નિલેશ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં નિલેશનો પરિવાર આ લગ્ન અંગે રાજી ન હોય બાદમાં ત્રણ વર્ષ બાદ નિલેશના પરિવારો રાજી થયા હતા.
દરમિયાન કણકોટ ગામે દર્શનાબેનના કાકાજીના લગ્ન લખવાના હોય જેથી તેને બોલાવતા પતિ નિલેશ અને માતા પુષ્પાબેન સાથે કણકોટ ગામે રહેતા કાકાજીના ઘેર ગયા હતા. તે દરમિયાન સસરા મનસુખભાઇ રાઠોડએ અહીં શું કામ આવ્યા કહી ઝઘડો કરી મારકૂટ કરી હતી. બાદમાં જેઠ મહેન્દ્ર ત્યા આવી ફડાકા માર્યા હતા અને મારી માતા વચ્ચે સમજાવવા આવતા તેને પણ મારકૂટ કરી હતી. ત્યાર બાદ સાસુ રતનબેન અને જેઠાણી હેતલબેન પણ આવી જઇ મારામારી કરવા લાગ્યા હતા તેમજ મારા પતિ વચ્ચે આવતા તેને પણ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે