પ્રેમલગ્ન કરનાર મહિલાને દારૂડિયા ASI પતિ સહિતના સાસરિયાંનો ત્રાસ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર નીલકંઠનગરમાં માવતરના ઘેર રહેતી મહિલાને અમદાવાદ એએસઆઇ તરીકે ફરજ બજાવતો દારૂડિયો પતિ સહિતના સાસરિયાંઓ મારકૂટ કરી ત્રાસ આપતા હોવાની રાજકોટની મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પતિ, સાસુ, સસરા સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નીલકંઠનગરમાં માવતરના ઘેર રહેતા દર્શનાબેન હિરેનભાઇ જીતિયાએ બીસીએ સુધી અભ્યાસ કર્યા બાદ અમદાવાદમાં ફરજ બજાવતા એએસઆઇ હિરેનભાઇ જીતિયા સાથે સને 2018માં પ્રેમલગ્ન કર્યા હતા.

દરમિયાન સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ અમદાવાદમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને છ માસ સારી રીતે રાખ્યા બાદ મારા પતિને દારૂ પીવાની કુટેવ હોય દારૂ પીને ઘેર આવતા હતા અને આખો દિવસ સૂતા રહેતા અને આ બાબતે મારા સાસુ-સસરાને વાત કરતા તે મારા પતિને કંઇ કહેતા નહીં અને મારા વિરુદ્ધ મારા પતિને ચડામણી કરતા હતા. જેથી મારા પતિ મારી સાથે ઝઘડાઓ કરી મારકૂટ કરતા હતા અને મારા સાસુ-સસરા રસોઇ બાબતે મને મેણા મારી ત્રાસ આપતા હોય.

મારા પતિ છેલ્લા 9 વર્ષથી અમદાવાદમાં એએસઆઇ તરીકે નોકરી કરતા હોય અને હાલ ચારેક વર્ષથી શાહીબાગ પોલીસ મથકમાં નોકરી કરતા હોય જેથી મારા માતા-પિતાને વાત કરતા તેને મારા સસરાને વાત કરી હતી કે, હિરેન આવું કેમ કરે છે. જેથી મારા સસરાએ કહ્યું કે, હિરેન આમ જ કરશે અને તમારી દીકરીને જતું કરવાનું રહેશે. મારા પતિ દશ-દશ દિવસ સુધી દારૂ પી ઘરમાં પડ્યા રહેતા હોય અને બાળકમાં કોઇ ધ્યાન આપતા ન હોય જેથી તેને અલગ થવાનું કહેતા મારા સાસુ-સસરાએ કહ્યું કે, તારે જાવું હોય તો જા અમને કોઇ વાંધો નથી. મારા દીકરાને તારા જેવી સત્તર મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *