પ્રેમના ચક્કરમાં સો. મીડિયા પર હાઈ-હેલો કરશો તો ફસાશો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પોલીસે 12 ડિસેમ્બરના રોજ હનીટ્રેપ કરતી બે મહિલા જાનવી અને પૂજા સહિત સાત આરોપીની ટોળકીને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી. આરોપીઓના CDR અંગે તપાસ કરવામાં આવતા અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી વધુ એક ભોગબનનાર વેપારીએ ફરિયાદ નોંધાવતા આ ટોળકી સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ જેતપુરના વેપારીને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી બાદમાં મળવા બોલાવી રૂપિયા દોઢ લાખ પડાવ્યાં હતાં. હજુ પણ CDRમાં મળેલ નંબર પરથી સંપર્ક કરી ભોગબનનાર લોકોને ફરિયાદ નોંધાવવા પોલીસ અપીલ કરી રહી છે. આ કેસમાં કોઈ ભોગબનનાર ફરિયાદ નોંધાવશે તો તેમની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે, તેની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બરના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ કરતી ગેંગ સામે ફરિયાદ નોંધઈ હતી. આરોપીઓને પકડી પાડવા માટે આ ગેંગ પાછળ 10થી વધુ પોલીસ કામે લાગી હતી. પોલીસે હનીટ્રેપ કેસમાં વિપુલ સુસરા, સવજી ઉર્ફે સાગર ઠુંગા, વિશાલ પરમાર, વિજય જોગડીયા, પૂજા સિઘ્ધપુરા, ગોપાલ સિધ્ધપુરા અને જાનવી પંચોલીની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓના મોબાઈલ ડેટા તેમજ CDR મેળવી ટેક્નિકલ સોર્સીસ મદદથી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મોટા પ્રમાણમાં સંપર્ક મળી આવ્યા હતા. જે તમામની પૂછપરછ કરી હનીટ્રેપ થયું છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *