રાજકોટમાં 22 વર્ષીય કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગોંડલના વિધર્મી શખસે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. આરોપીએ સોશિયલ મીડિયા મારફત સંપર્ક કેળવી યુવતીને હોટલમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલની સુખરામ સોસાયટીમાં રહેતા મહમદ અખ્તર ડેલાનું નામ આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, પોતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેણી સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં મહમદ ડેલાનો સંપર્ક થયો હતો અને બંનેએ એકબીજાને મોબાઇલ નંબર આપતા મોબાઇલ પર વાતચીત કરવા લાગ્યા હતા. મહમદ ડેલા ગોંડલ રહેતો અને રાજકોટમાં નોકરી કરતો હતો.