પ્રાથમિક શાળા નંબર 76ના નવા બિલ્ડીંગનુ ખાતમુહુર્ત

રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મા ખોડીયાર પ્રાથમિક શાળા નં. 76ના નવા બિલ્ડીંગનું ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે મેયર નયનાબેન પેઢડીયા અને સાંસદ પરસોતમ રૂપાલાની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. 15માં 80 ફુટ રોડ પર ખોડીયારપરા, આજી વસાહત ખાતેની આ સ્કુલનું નવનિર્માણ શરૂ કરાયું છે જેમાં 537 વિદ્યાર્થીઓને 16 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી 17 રૂમ સાથેનું આ બાંધકામ થશે. 2.68 કરોડના ખર્ચે બનનારા આધુનિક બિલ્ડીંગમાં કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા હશે તેમ સમિતિ ચેરમેન વિક્રમ પુજારાએ જણાવ્યું હતું. ગ્રીન બોર્ડ, ફર્નિચર, મધ્યાહન ભોજન શેડ, પીવાના પાણી, કોમન યુટીલીટી, ફાયર સેફટી સહિતની સુવિધા પ્લાનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *