પ્રદેશ ભાજપ બાદ શહેર-જિલ્લાના સંગઠનની જાહેરાત

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરાયા બાદ હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આજે સાંજથી અલગ અલગ જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. અન્ય શહેર જિલ્લા સંગઠનની જાહેરાત પણ રાત્રિ સુધીમાં થાય તેવી શક્યતા છે.

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનનું માળખું જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, અને 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

દાહોદ જિલ્લા ભાજપ સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને મંત્રી તરીકે 8 લોકોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *