પ્રતિબંધિત સમયમાં ફરતા મ્યુનિ.નાં 21 વાહન ડિટેઇન

શહેરમાં પ્રતિબંધિત સમયમાં ફરતા પાલિકાના 21 વાહનો પોલીસે ડિટેઇન કર્યાં છે. જ્યારે 1 પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ ન હોવાથી આરટીઓ મેમો આપી એફ.આઇ.આર કરાઇ છે.

ભારે વાહનોના કારણે રાહદારીઓ, નાના વાહનચાલકો સાથે બનતા જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધતાં પોલીસે પ્રતિબંધિત સમયમાં ફરતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત પાલિકાના ગાર્બેજ સહિતનાં વાહનો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામાં આવી હતી,

જેમાં 21 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. પોલીસે 20 ભારે વાહનો ડિટેઇન કર્યાં હતાં, જ્યારે એક કેસમાં વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ ન હોવાનું ધ્યાન આવ્યું હતું. આ વાહન કચરાની ગાડીનું હતું, જેને આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો

. જ્યારે 20 વાહન ચાલક તથા માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, શહેરમાં ભારે વાહનોને પ્રવેશવા માટે સવારે 8.00થી બપોરે 1.00 તથા સાંજે 5.00થી રાતે 10.00 વાગ્યા સુધી પ્રવેશબંધી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *