પ્રણવાનંદ સંસ્કૃત ભવન ખાતે શ્રાવણ માસ દરમિયાન વ્યાખ્યાનો યોજાશે

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાન, નાક, ગળાના સર્જન ડો.યશ પંડ્યાનું વ્યાખ્યાન યોજાશેપ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ રાજકોટ ખાતે આરોગ્ય શ્રેણી અંતર્ગત તા.26મીને સાંજે 5થી 6.30 કલાકે રાજકોટના ઇએનટી સર્જન કાન, નાક, ગળાના સર્જન ડો.યશ પંડ્યાનું લોક ભોગ્ય વ્યાખ્યાન યોજાશે.

ડો.પંડ્યા કાન, નાક, ગળાને લગતી તકલીફો અને તેની સારવાર વિશે માહિતી આપશે અને મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય ઉપચાર વિશે સમજાવશે. વ્યાખ્યાન અગાઉ શ્રોતાઓને મુંઝવતા પ્રશ્નો અગાઉથી લખાવી શકશે. આ નિ:શુલ્ક વ્યાખ્યાનમાં રસ ધરાવતા લોકોને હાજરી આપવા જણાવાયું છે.

પ્રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ અને ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત દિન નિમિત્તે શ્રાવણ માસ દરમિયાન વ્યાખ્યાનો પ્રણવાનંદ સંસ્કૃત ભવન, ભારત સેવક સમાજ, રેસકોર્સ ખાતે યોજાશે. તા.27મીએ સાંજે 5.30 કલાકે શિવ અથર્વશીર્ષ પર અને તા.3 ઓગસ્ટના સાંજે 7 કલાકે રુદ્ર સુક્ત વિષય પર ગીતાંજલિ કોલેજના પ્રા.ડો.સાગર દેરાસરી વ્યાખ્યાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *