પોલીસે મોતનું ​​​​​​​ચોકકસ કારણ જાણવા તપાસ હાથ ધરી

સુરજિત રામલખન પંડિત (ઉ.વ.39) આજે સવારે 10 વાગ્યાની આસપાસ બાબરીયા કોલોની શેરી નંબર-1માં ચાની હોટલ પાસે હતો ત્યારે અચાનક બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાન મૂળ બિહારનાં અને રાજકોટમાં મજૂરીકામ કરતાં હોવાનું અને તેઓ એક ભાઈ અને બે બહેનમાં નાના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. જેનું પ્રાથમિક તારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *