પોલીસે કારીગરોને નકલી અગરબત્તી પેકિંગ કરતા રંગેહાથ ઝડપ્યા, 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં વર્ધમાન ઈન્ડસ્ટ્રી એરિયામાં આવેલા ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં શ્રી ડેંગ્યુ કિલર હર્બલ અગરબત્તીની નકલી (ડુપ્લીકેટ) “સુપર ડેંગ્યુ કિલર હર્બલ” અગરબત્તી બનાવતું કારખાનું પકડાતાં ચકચાર મચી ગઈ છે. આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે મૂળ કંપનીની ફરિયાદના આધારે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. કારખાનામાંથી 1400 ખાલી ડુપ્લીકેટ બોક્સ (રૂ. 5,600), સીલિંગ મશીન (રૂ. 8,000) અને 480 પેકેટ અગરબત્તી (રૂ. 12,000) સહિત કુલ રૂ. 25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કારખાનામાં ડુપ્લીકેટ પ્રોડકટનુ વેચાણ થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી કંપનીના જયદીપભાઈ ભટ્ટી પોતાની ફરજના ભાગ રૂપે કંપની વતી કોપીરાઇટ હકકોના ભંગ કરતા વેપારીઓ બાબતે રાજકોટ શહેર ખાતે તપાસમાં આવતા રાજકોટ કોઠારીયા સોલવન્ટ પ્લોટ નં.32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયા કોઠારીયા ખાતે ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કંપનીની પ્રોકડટની ડુપ્લીકેટ પ્રોડકટનુ વેચાણ થાય છે એવી હકીકત મળતાં ગઈકાલે ફરીયાદી આધાર પુરાવાઓ સાથે આજીડેમ પોલીસ સ્ટેશનને રૂબરૂ મળી જાણ કરી હતી.

શેડમાં કારીગરો કોથળીમાં અગરબતી પેકીંગ કરી ને બોકસમાં મુકતા ઝડપાયા જે બાદ પોલીસની ટીમ સાથે કોઠારીયા સોલ્વન્ટ પ્લોટ નંબર 32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયામાં આવેલ ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો. કારખાનાના શેડમાં કારીગરો અગરબતી બોકસમાં મુકી પેકીંગ કરવાનુ કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિને કારખાના માલીક બાબતે પુછતા તેઓ કારખાનાના ભાગીદારો અને તેમનું નામ રસીક સવજી સરધારા (ઉ.વ.50) અને સાથેનાએ નારણ જસમત મારકણા (ઉ.વ.60) હોવાનુ જણાવ્યું હતું જે બાદ કારખાના વાળા શેડમાં જોતા અલગ અલગ કારીગરો કોથળીમાં અગરબતી પેકીંગ કરી ને બોકસમાં મુકતા જોવા મળ્યા હતા.

બોકસની તપાસ કરતા શ્રી ડેંગ્યુ કિલર હર્બલ ઇસેન્સ સ્ટીકના બોકસ જેવા જ સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સ સ્ટીકના નામ વાળા ડુપ્લીકેટ બોકસમાં પેકીંગ કરતા જોવામાં આવ્યા હતાં. જેથી પોલીસે સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સના ખાલી બોક્સ 1400 રૂ.5600, સીલીંગ મશીન નંગ 1 રૂ.8000, પ્લાસ્ટકીની કોથળીમાં અગરબતી ભરેલ પેકેટ કૂલ નંગ 480 રૂ.12,000 મળી કુલ રૂ.25600નો જથ્થો કબ્જે કરી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *