પોલીસથી બચવા સલવાર પહેર્યું, ધડાધડ ફાયરિંગ કરનાર મૂર્ગા ગેંગના મુખ્ય સૂત્રધારનો કૂકડો બોલાવ્યો

રાજકોટમાં ઓક્ટોબર 2025માં મંગળા મેઈન રોડ પર થયેલો ફાયરિંગ કેસના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાને પોલીસે માલિયાણસ પાસેથી ઝડપી પાડ્યો છે. મહત્વની વાત એ છે કે, રાજકોટમાં માથાભારે શખસની છાપ ધરાવતા સમીર પોલીસથી બચવા મહિલાના કપડા અને બુરખાનો સહારો લેતો હતો. પોલીસે જ્યારે ઝડપ્યો ત્યારે પણ સલવાર પહેરેલું હતું. પોલીસે અત્યાર સુધીમાં પેંડા અને મૂર્ગા ગેંગના આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધી 36 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કેસમાં ફાયરિંગ થયા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો ફરાર હતો. જે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ફરતો હોવાની માહિતી મળતા પોલીસે દબોચી લીધો હતો. પોલીસે જ્યારે સમીરને પકડ્યો ત્યારે મહિલાના પહેરવેશમાં હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *