રાજકોટના મવડી ગામ પાસે આલાપ રોય એ-63માં રહેતા અને કુવાડવા રોડ ડી-માર્ટ સામે હિમાલિયા રેફ્રીજરેશન પાસે આદિ યોગી સિલ્વર નામે કારખાનું ધરાવતા દર્શિલભાઈ કિરીટભાઈ વોરા(ઉં.વ.30) દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેજારુલ રૈયજુદ્દીન શેખનું નામ આપ્યું હતું.
ચાંદીકામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.20/11ના બપોરના આશરે એક વાગ્યાની આસપાસ તેના કારખાનેથી રેજારુલ રૈયજુદ્દીન શેખ નામનો વ્યક્તિ ચાંદી પોલિશ કામ માટે લઇ ગયો હતો. આ વ્યક્તિ છેલ્લા છએક માસથી તેના કારખાનેથી ચાંદીકામ પોલિશ કામ માટે લઇ જઈ સમયસર પરત કરી આપતો હતો, પરંતુ ગત 20મીએ લઇ ગયેલી નવ કિલો સાતસો ગ્રામ ચાંદી(82 ટચ) જેની શુદ્ધ ચાંદી સાત કિલો નવસો ગ્રામ ગણાય અને કિંમત રૂ.12.53 લાખ હોઈ જે રેજારુલ પોલિશ કામ કરવા માટે લઇ ગયા બાદ પરત ન આપી ઠગાઇ કરતા ગુનો નોંધાયો છે.