પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ કેમિકલ જપ્ત

ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા.

15-16 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી આશરે 140 નોટીકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલા શંકાસ્પદ કેમિકલના જથ્થાને જપ્ત કરી લીધો હતો.

બલૂચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે તેમને ઝડપી લીધા હતા.

બાતમી મળતાં જ ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની મદદ લીધી: DIG ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે SP કે.કે.પટેલને બાતમી મળી હતી કે સ્પીડ બોટથી ડ્રગ્સની ડિલિવરી પંજાબમાં થવાની છે. બાતમી મળતાં જ એક ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની મદદ લેવાઈ હતી.

લાંબો સમય રાહ જોયા બાદ સ્પીડ બોટમાં 2 શખસ આવ્યા હતા. ઈરાનથી સ્પીડ બોટમાં આવ્યા હતા. સ્પીડ બોટમાં ક્યારેય ડિલિવરી માટે આવતા નથી. તપાસતાં 203 પેકેટ બોરમાંથી મળ્યાં હતાં.

‘આરોપી બલૂચી ભાષા બોલે છે’ કયુ ડ્રગ્સ છે એ ડિટેક્ટ થયું નથી. આરોપી પાસેથી મળેલા ફોનમાંથી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી બલૂચી ભાષા બોલે છે. સ્પીડ બોટમાં આવવું ડેરિંગ કહેવાય. પંજાબનો શખસ ડિલિવરી લેવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *