પૈસાની ઉઘરાણીના પ્રશ્ને યુવક પર શખ્સોનો પાઇપ વડે હુમલો

કૃષ્ણનગરમાં રહેતા યુવકને રેલવે જંક્શન પાસેથી કારમાં બેસાડી પોપટપરામાં લઇ જઇ પૈસાની ઉઘરાણી પ્રશ્ને લોખંડના પાઇપથી હુમલો કરતા પાંચ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

કૃષ્ણનગરમાં રહેતા રિક્ષાચાલક જંક્શન રેલવે સ્ટેશને હતો ત્યારે તેનો મિત્ર હુસેન ઉર્ફે કાલી, સલીમ, ઇરફાન ઉર્ફે પતલો, મોઇન ઉર્ફે ટકો, યુનુશ ઉર્ફે જૂનો સહિતના કારમાં ધસી આવ્યા હતા. હુસેન અને ઇમરાન તેની પાસે પૈસા માગતા હોય ઉઘરાણી કરી હતી. બોલાચાલી બાદ વાત કરવા જવું છે, કહી કારમાં બેસાડી તેને પોપટપરામાં લઇ ગયા હતા. જ્યાં ફરી ઉઘરાણી કરી પરંતુ હાલ પૈસા ન હોય પછી આપી દેવાનું કહેતા હુસેન ઉશ્કેરાઇ ગયો હતો અને પાઇપ વડે બેફામ માર મારી નાસી ગયા હતા. બાદમાં તેને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *