પેપર નબળા જતા કોલેજિયન યુવકનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ જિલ્લાના મેટોડામાં રહેતો અને ગાર્ડી કોલેજના વિદ્યાર્થીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. કેટલાક સમયથી ગુમસુમ રહેતા પુત્રએ કોલેજની પરીક્ષામાં પેપર નબળા ગયા હોવાની પુત્રએ તેના માતાને વાત કરી હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

મેટોડામાં પાઠક સ્કૂલ પાસે રહેતો સૌરવ પ્રફુલભાઇ પરમાર (ઉ.20)એ પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાે હતો. બહારથી ઘેર આવેલા તેની માતાએ રૂમમાં આવી જોતા પુત્રને લટકતો જોઇ દેકારો કરતા પાડોશના લોકોએ આવી યુવકને ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા મેટોડા પોલીસ મથકના જમાદાર હરેશભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક સૌરવ ગાર્ડી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો, તેમના પિતા જૂનાગઢ પ્રસંગમાં ગયા હતા અને માતા નાના ભાઇ સાથે કડિયાકામની મજૂરી માટે ગયા હતા. બાદમાં એકલા ઘેર રહેલા પુત્રએ આ પગલું ભરી લીધાનું તેની માતાઅે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *