ઈરાન યુદ્ધ વચ્ચે દેશભરમાં ‘નયારા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થયું છે. આ વધારા બાદ ગુજરાતમાં નયારા પેટ્રોલપંપ પર એક લિટર પેટ્રોલની કિંમત 99.34 રૂપિયા અને ડીઝલની કિંમત 92.90 રૂપિયા પર પહોંચી ગઈ છે.
નયારા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ વધારો અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક ટેક્સ અને વેટના હિસાબે અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં ₹5.30 પ્રતિ લિટર સુધીનો વધારો જોવા મળ્યો છે. નાયરાના દેશભરમાં લગભગ 7 હજાર પેટ્રોલ પંપ છે.
જોકે, IOCL, HP અને BP જેવી સરકારી તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત નથી. તેથી કિંમતોમાં વધારો થશે નહીં.