પેટ્રોલ બોમ્બ ફેંકી હોટેલને સળગાવવાનો પ્રયાસ કરનારા આરોપી પોલીસ પકડથી દૂર

યુનિવર્સિટી રોડ પર ભગવતસિંહજી ગાર્ડન પાસે નકળંગ હોટેલમાં સંક્રાંતની રાત્રીના વસ્તુ લેવા આવેલા શખ્સે 50 રૂપિયા આપી તને 100 રૂપિયા આપ્યા છે કહી ડખો કરતાં હોટેલ સંચાલકે સમાધાન કરવાનું કહી 100 રૂપિયા પાછા આપવાનું કહેતાં હું કંઇ ભિખારી નથી કહી ઝઘડો કરી અન્ય શખ્સોને બોલાવી કાચની બોટલમાં પેટ્રોલ બોમ્બ બનાવી હોટેલ પાસે ફેંકી આગ લગાડવાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.

શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર નકળંગ નામે ચા-પાનની હોટેલ ચલાવતા જીલાભાઇ સવાભાઇ સિરોડિયાએ જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના દિવસે રાત્રીના તે હોટેલે હતા ત્યારે એક શખ્સ પાન લેવા આવ્યો હતો અને પૈસા બાબતે માથાકૂટ કરતો હોય જેથી તેને પૂછતા શખ્સે તેને 100 રૂપિયા આપી દીધાનું જણાવ્યું હોય તેના ભાઇએ 50 રૂપિયા આપી તે 100 રૂપિયા આપ્યાનું કહી ઝઘડો કરતો હોવાનું જણાવતા તેને શખ્સને 100 રૂપિયા આપી દેવાનું કહેતા હું કંઇ ભિખારી છું કહી ડખો કરી નાસી ગયો હતો. બાદમાં શખ્સ એક્સેસ લઇને આવી ફોન કરી બોલાવતા અન્ય ત્રણ શખ્સ આવ્યા હતા અને બાજુની શેરીમાં એકઠા થઇ કાચની બોટલમાં પેટ્રોલ ભરી સળગતી બોટલ હોટેલ તરફ ફેંકી હતી જેથી ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. હોટેલે ડખો કરનાર અન્ય ત્રણને બોલાવી હુમલો કર્યો હોવાનું અને ડખો કરનાર જયદેવ રામાવત અને ચિરાગ નામના શખ્સ હોવાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *