પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળશે, કેન્દ્રનો નિર્ણય

કેન્દ્ર સરકારે રવિવારે નિર્ણય લીધો છે કે હવે રેશનિંગની દુકાનોની સાથે-સાથે પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળી શકશે. હવે સરકારી ઓઈલ કંપનીઓ નિર્ધારિત પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીન રાખી અને વિતરણ કરી શકશે.

દરેક જિલ્લામાં રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન વધુમાં વધુ 2 પેટ્રોલ પંપ પસંદ કરશે, જ્યાં આ સુવિધા આપવામાં આવશે. આ પેટ્રોલ પંપો પર વધુમાં વધુ 5 હજાર લિટર સુધી કેરોસીન રાખી શકાશે.

સરકારે સપ્લાય સરળ બનાવવા માટે 60 દિવસ માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો સુધી ઓઈલ સમયસર પહોંચી શકે.

સરકારનો આ નિર્ણય અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સંઘર્ષને કારણે લેવામાં આવ્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસ, પેટ્રોલ-ડીઝલની અછત છે. કેન્દ્ર સરકાર સતત વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહી છે.

સરકારના મતે, તમામ રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દેશભરના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. ઘરેલું વપરાશને ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓમાંથી એલપીજીનું ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે.

કેટલાક રાજ્યોમાં અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભીડ અને વધુ વેચાણ જોવા મળ્યું. સરકારે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની અછત નથી અને લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *