પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી

આજે એટલે કે 30 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેશના 16 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. આજે ક્રૂડ ઓઈલ (બ્રેન્ટ ક્રૂડ)ના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તે પ્રતિ બેરલ 80 ડોલરને પાર કરી ગયો છે.

ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 113.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 109.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

મે 2022 પછી કિંમતોમાં કોઈ ફેરફાર નથી
છેલ્લી વખત મે 2022માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 અને 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *