પેટ્રોલિંગ દરમિયાન યુવાન ગાડીમાં તલવાર લઇ ઝડપાયો

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે એક કાળા કાચવાળી થાર ગાડી પસાર થતાં તેને અટકાવી હતી. પોલીસે કારચાલકની પૂછતાછ કરતા તેનું નામ આનંદ કિશોર ધોળકિયા (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી તલવાર મળી આવી હતી જેથી પોલીસે જીજે.03.એમકે.8098 ડીટેઇન કરી આ શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય બનાવ કુવાડવા ગામમાં મસ્જિદવાળી શેરીમાં રહેતા બાબુભાઈ કાળાભાઈ લામકા (ઉ.વ.57) નામના પ્રૌઢ ગઈકાલે બપોર બાદ જીજે.03.કેએફ.5458 લઈ જુના સાતડા માર્ગ પર આવેલી વાડીએથી ઘરે જતા હતા ત્યારે કુવાડવા GIDCના નાલા તરફ વેણું બેસન તરફથી સ્કોર્પિયો જીજે.03.એનકે.5189ના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી બાઇકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન 108ને જાણ કરી પ્રૌઢને 108 મારફત સારવાર માટે કુવાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટાફે અહીં જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બાબુભાઈ લામકાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બાબુભાઈ કુવાડવા ગામ હાઇવે પર શક્તિ હોટલ સામે ઠાકરધણી નામની ચા તથા પાન બીડીની કેબિન ચલાવતા હતાં. તેઓ ખેતી કામ પણ કરતા હતા ગઈકાલે વાડીએથી ઘરે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના પુત્ર રણજીતભાઈ બાબુભાઈ લામકાની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *