રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ 15 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે અને ટૂંક સમયમાં પેંડા ગેંગ બાદ મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પોલીસે કવાયત શરૂ કરી છે.
ગુજસીટોકના ફરાર બે આરોપીને ઝડપી પાડ્યા રાજકોટ ડીએપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી પ્રથમ ચાર બાદ 11 આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આજે પોલીસે ફરાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા (ઉ.વ.24) અને મિલન નરભેરામ ગોંડલીયા (ઉ.વ.32)ની ધરપકડ કરવામાં આવી છે.