પેંડા ગેંગના સાગરીત પર ફાયરિંગના બનાવમાં વધુ ત્રણની ધરપકડ કરાઇ

શહેરમાં ગોંડલ રોડ પર પુનિતનગરમાં પેંડાના સાગરીત પર ફાયરિંગ કરવાના ગુનામાં જંગલેશ્વરની ત્રિપુટી બાદ વધુ ત્રણ શખ્સની ધરપકડ કરી. ફાયરિંગ વેળાએ કારમાં સાથે રહેલા ત્રણેય શખ્સની તાલુકા પોલીસે પૂછતાછ માટે રિમાાન્ડની માંગ સાથે તેમજ અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતા છ આરોપીઓને કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી હતી જેમાં છએય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ થતા આરોપીઓને જેલહવાલે કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુનિતનગર પાસેની કર્મચારી સોસાયટીમાં રહેતો અને પેંડાનો સાગરીત પરેશ રાજુભાઇ બળદા (ઉ.24) શનિવારે વહેલી સવારે તેના ઘર પાસે બેઠો હતો ત્યારે કારમાં ધસી આવેલા જંગલેશ્વરનો સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ ઉર્ફે ભાણો, નવાજ ઉર્ફે શાહનવાજ સહિત ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. બનાવને પગલે ઘવાયેલા પરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવને પગલે તાલુકા પોલીસે ગુનો નોંધી સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ અને નવાજની ધરપકડ કરી તેની પાસેથી કાર, પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સહિતની મતા કબજે કરી તેની પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ દ્વારા રિમાન્ડ મેળવી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *