અમેરિકન સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના ‘આર્ટેમિસ II’ મિશને પૃથ્વીથી સૌથી વધુ અંતરની યાત્રા કરીને કોઈપણ માનવીય અવકાશ મિશનનો રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ 1970માં ‘એપોલો 13 મિશન’માં બન્યો હતો.
‘એપોલો-13’નો રેકોર્ડ પૃથ્વીથી 4,00,171 કિમીના અંતરનો હતો. ‘આર્ટેમિસ II’ના 4 અવકાશયાત્રીઓએ 6 એપ્રિલે ભારતીય સમય અનુસાર રાત્રે 11:26 વાગ્યે આ રેકોર્ડ તોડ્યો.
ચંદ્રની પાછળ ઉડાન ભરતી વખતે ‘ઓરિયન સ્પેસક્રાફ્ટ’ પૃથ્વીથી તેના મહત્તમ અંતર પર પહોંચી ગયું. નાસા અનુસાર, ‘પૃથ્વીથી તેનું અંતર લગભગ 4,06,771 કિમી થઈ ગયું.
સ્પેસક્રાફ્ટ ચંદ્રની સૌથી નજીક પણ પહોંચ્યું. આ દરમિયાન ચંદ્રથી અંતર માત્ર 6,545 કિમી રહ્યું. હવે આ અવકાશયાત્રીઓ પૃથ્વી તરફ પાછા ફરવાના માર્ગ પર છે.