પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા અને સફાઇનાં કામ આપવા સહિત 52 દરખાસ્તો અંગે નિર્ણય લેશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કરોડોના કામોમાં ઊંચા ‘ઓન’ના ભાવ મંજૂર કરવા સહિતના મહત્ત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે.

પૂર્વ ઝોનના 6 વોર્ડમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રોડનું મેટલીંગ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પછી એક્શન પ્લાન અંતર્ગત નવા રોડ-રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં જુદી-જુદી સોસાયટીના યુટિલિટી રોડનું રિસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવા માટે રૂ. 9.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ કામ પવન કન્સ્ટ્રક્શન કંપનીને 14.04% ઓછા ભાવથી આપવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે રજૂ કરાઈ છે. આ સાથે વોર્ડ નં. 12ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રસ્તાઓનું મેટલીંગ અને નવા ભળેલા વિસ્તારમાં ડિવાઇડર બનાવવા માટેની દરખાસ્ત પણ સામેલ છે.

ન્યારી પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કામોમાં ઊંચી ‘ઓન’ ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ: 150 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 14.53 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફિનિક્સ પ્રોજેક્ટ લી. એ 28.32% વધુ ‘ઓન’ એટલે કે રૂ. 21.89 કરોડના ખર્ચે આ કામ આપવા માટેની દરખાસ્ત મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *