પુત્રીને જન્મ આપ્યા બાદ હૃદય થંભી જતા માતાનું મોત નીપજ્યું

ઝનાના હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ વધુ પડતાં રક્તસ્ત્રાવના કારણે બ્લડ પ્રેશર ઘટી જવાથી હૃદય થંભી જતાં માતાનું મોત નીપજ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના માર્કેટિંગ યાર્ડ ગોકુળનગરના ક્વાર્ટરમાં રહેતા દિવ્યાબેન કિશનભાઈ આસોડિયા (ઉં.વ.30) નામના મહિલાનું ઝનાના હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ વધુ પડતાં રક્તસ્ત્રાવના કારણે બ્લડ પ્રેશર ઘટી જવાથી હૃદય થંભી જતાં મોત નીપજ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દિવ્યાબેન ગત તા.08/08ના રોજ ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયા હતા. તા.07/08ના રોજ વહેલી સવારે બાળકીને જન્મ આપ્યા બાદ વધુ પડતાં રક્તસ્ત્રાવને લીધે તબીબી પ્રક્રિયા દરમિયાન બ્લેડ પ્રેશર ઘટી જતા હૃદય થંભી જવાથી મૃત્યુ થયું હતું.

મૃતક દિવ્યાબેનના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. નોર્મલ ડિલિવરી થકી પ્રથમ સંતાનમાં દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *