શહેરમાં કોઠારિયા રોડ નજીક અમદાવાદ હાઇવે પર પીરવાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહને આધેડને ઠોકરે લઇને નાસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા આજી ડેમ પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
પીરવાડી પાસે શ્યામ મંદિર પાસે ઝૂંપડામાં રહેતા જગુભાઇ ટીકુભાઇ મંડોર તેના ઘર પાસે રોડ ક્રોસ કરી જતા હતા ત્યારે વાહનની ઠોકરે ચડી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે જમાદાર હરસુરભાઇ ડાંગર સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક મૂળ એમ.પી.ના હોવાનું અને તેને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર હોવાનું અને કડિયા કામની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય શનિવારે કામ કરી ઘેર જવા માટે પગપાળા રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પેાલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.