પીજીવીસીએલ અને કારખાનેદારની બેદરકારી

કારખાનાથી માત્ર અમુક ઈંચ દૂર પીજીવીસીએલનું ટી.સી. છે અને તેની ઉપર માત્ર 11 વર્ષના બાળકની લાશ પડી છે. આ તસવીર વિચલિત કરી શકે છે પણ પીજીવીસીએલ અને કારખાનેદારની બેદરકારીથી બાળકનો જીવ ગયો છે તે બહાર લાવવા પ્રસિદ્ધ કરી છે. શાપર(વેરાવળ)ના માધવ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં શાંતિધામ સોસાયટીમાં જે. કે. પેકેજિંગ નામનું કારખાનું છે.

આ કારખાનામાં રહેતો માત્ર 11 વર્ષનો કુશબીર સુભાષ શર્મા છત પર હતો અને કપાયેલી પતંગ લેવા જતો હતો ત્યારે કારખાનાની અમુક ઈંચ દૂર જ ટી.સી. છે તે તરફ ખેંચાયો અને વાયર પર પડી જતા સ્થળ પર જ મોત નીપજ્યું છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે, કુશબીર અનાથ છે પશ્ચિમ બંગાળથી અહીંયા તેના મામા સાથે રહેવા આવ્યો હતો.

કારખાના દીવાલની તદન નજીક ટી.સી. છે, પીજીવીસીએલએ આટલી નજીક નાખ્યું કે પછી કારખાનેદારે ગેરકાયદે બાંધકામ આગળ ખેંચ્યું તે તપાસનો મુદ્દો છે. પણ ફરી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કારખાનેદાર અને પીજીવીસીએલે યોગ્ય પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *