પીએમ શાહબાઝ સરકાર બચાવવામાં વ્યસ્ત

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કોર્ટથી મુક્તિ બાદ જવાબી કાર્યવાહીનાં સંબંધમાં શરીફ બંધુઓમાં વિવાદ સામે આવ્યો છે. પૂર્વ પીએમ નવાઝ શરીફ લંડનથી રિમોટ મારફતે સરકારને નિર્દેશો આપી રહ્યા છે. ઇમરાન મામલામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ : નવાઝ (પીએમએલ-એન) વડા નવાઝ ઇચ્છતા હતા કે, વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવે. વિરોધને શાંત કરવા માટે ઇમરજન્સીની પણ તરફેણમાં હતા. જ્યારે તેમના ભાઇ અને વડાપ્રધાન શાહબાઝ શરીફ આના બદલે સાથી પક્ષ પીપીપીને સાથે લઇને સરકારને બચાવી લેવાનાં મુડમાં દેખઇ રહ્યા છે.

નવમી મેનાં દિવસે ઇમરાનની ધરપકડ અને ત્યારબાદ મુક્તિ બાદ પીએમએલ-એનની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. એ સમયમાં લંડનમાં શાહબાઝ અને નવાઝ સાથે હતા. નવાઝે એ વખતે ઇમરાનનાં વિરોધને કઠોર પગલા મારફતે શાંત ન કરવા બદલ શાહબાઝને ફટકાર લગાવી હતી. રાજકીય નિષ્ણાંત ફહદ શાહબાઝે કહ્યું છે કે, મુલાકાતમાં નવાઝે એક વખત નહીં પરંતુ અનેક વખત શાહબાજને ફટકાર લગાવી હતી. નવાઝે શાહબાઝને ઇમરજન્સી કેમ લાગુ કરવામાં આવી નથી, તમને કઇ વાતનો ભય છે ? તેવા સવાલ કર્યા હતા. શાહબાજનું માનવુ હતું કે, ઇમરજન્સીનો સમય નથી. સરકારને બચાવી રાખવા પીપીપીની સાથે રહીને તેમની વાત માનવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *