રાજકોટની એક મહિલા સાથે રીક્ષા ચાલકે પરિચય કેળવી બબ્બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. વાછકપર બેડી ગામના શખ્સે મહિલાને પોતાની રિક્ષામાં બેસાડ્યા બાદ મોબાઈલ નંબરની આપ લે કરી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ પોતાના જન્મદિવસે મહિલાને ગામડે બોલાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ હતું.
જે પછી મહિલાએ સંબંધ તોડી નાખ્યા બાદ પણ આ શખ્સ ત્રણ દિવસ પહેલા મહિલાને માર મારી પિસ્તોલના નાળચે અપહરણ કરી ઇન્દોર લઈ ગયો હતો. જ્યાં પોતાના ઓળખીતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ મહિલાને બગોદરા ઉતારી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
જોકે મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ એસઓજીએ બેડી વાછકપર ગામે રહેતા 30 વર્ષીય હરેશ ઉર્ફે ભુરો મોતી જાદવને દેશી બનાવટની પિસ્તોલ તથા 3 જીવતા તથા 1 ફુટેલા ખાલી કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે.