પિતાને મળવા જતી વખતે માલગાડીની ઠોકરે તરુણનું મોત

ભગવતીપરા પૂલ નીચે ખોડિયારપરા જવાના રસ્તા પર એક સગીર છોકરો માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગ ગોઠણ પાસેથી કપાઇ જતાં સારવારમાં તરુણે દમ તોડી દેતા મોત થયું છે.

ભગવતીપરા શેરી નં.5માં સરકારી સ્કૂલ પાસે રહેતો સુરીત રાજેશભાઇ ચૌહાણ(ઉ.વ.14)નું સવારે દસેક વાગ્યે ઘરેથી ચાલીને લાતી પ્લોટમાં મજૂરી કરતાં પિતા પાસે જવા નીકળ્યો

ત્યારે ભગવતીપરા પૂલ પાસે ખોડિયારપરા જવાના રસ્તે માલગાડીની ઠોકરે આવી જતાં બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તરુણે દમ તોડી દીધો હતો. મૃતકના પિતા કામ શીખવાડવા થોડા દિવસો પહેલા રાજકોટ લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *