પિતાને ગાતા જોઈ અમાલ મલિક સ્ટેજ પર રડી પડ્યો

મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અમાલ મલિક તાજેતરમાં જયપુર પહોંચ્યો હતો, જ્યાં એક લાઇવ પરફોર્મન્સ દરમિયાન તે મંચ પર ભાવુક થઈ ગયો. તે ક્ષણને યાદ કરતા તેણે જણાવ્યું કે, જ્યારે તેના પિતા મંચ પર તેમનું જ ગીત ગાઈ રહ્યા હતા અને દર્શકો તેમને ભરપૂર પ્રેમ આપી રહ્યા હતા, ત્યારે તે પોતાને રોકી શક્યો નહીં. અમાલ માને છે કે, તેના પિતાને તેમની કારકિર્દીમાં તે ઓળખ અને સન્માન ન મળ્યું, જેના તેઓ સંપૂર્ણપણે હકદાર હતા.

તેણે પોતાની જર્ની વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે મલિક ફેમિલીમાંથી આવવા છતાં તેની સફર સરળ નહોતી રહી અને તેના પિતાએ પણ બોલિવૂડમાં લાંબો સંઘર્ષ કર્યો. અમાલે પોતાના પિતાને ‘સૌથી સફળ નિષ્ફળતા’ ગણાવતા કહ્યું કે, તેમણે ક્યારેય હાર ન માની અને તે જ તેના માટે સૌથી મોટી પ્રેરણા છે.

અમાલે રિયાલિટી શો ‘બિગ બોસ’માં પોતાના અનુભવ પર પણ ખુલીને વાત કરી. તેણે કહ્યું કે, જ્યારે તે આ શોમાં ગયો, ત્યારે તે જીવનના એક મુશ્કેલ અને માનસિક રીતે નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. જોકે 106 દિવસની તે સફર તેના માટે પોતાને ફરીથી સમજવા અને મજબૂત બનવાની તક સાબિત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *