પિતાએ અભયમ ટીમની મદદ લીધી

181 મહિલા હેલ્પલાઇનમાં એક પિતાએ જાણ કરી હતી કે, તેમની 15 વર્ષની દીકરી, તેમની જ જ્ઞાતિના એક યુવાન સાથે રિલેશનમાં હતી જેની જાણ થતા સગપણ નક્કી કર્યું હતું. જલ આપ્યું હતું. દીકરીને સમજાવી હતી કે, ઉંમર લાયક થયે તારા લગ્ન કરાવી આપીશું. જલ દીધા બાદ અવાર નવાર સાસરે જતી હતી. ગઈકાલે તે કહ્યા વગર સાસરે જતી રહી હતી. ફોન કરતા પાછા આવવાની ના પાડી દીધી હતી. ફરી આજે કપડાં લેવા ઘરે આવી તો તેને પાછી સાસરે જવાની ના પાડી છતાં જતી રહી છે. કોલ આવતા જ ગોંડલ 181 ટીમના કાઉન્સિલર મનીષા પરમાર, ASI પરવાનાબેન અને પાયલોટ સગીરાના ઘરે પહોંચી પિતાની વાત સાંભળી સગીરાના સાસરે ગયેલ ત્યાં સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેને જણાવેલ કે મારા માતા હયાત નથી. પિતાએ મારપીટ કરી હતી અને જતી રહે એમ જ કહેતા હતા. ત્યારબાદ સાસરિયાના સભ્યોને સમજાવેલ કે, દીકરી માત્ર 15 વર્ષની છે. તેને કાયદાકીય રીતે તમે રાખી ન શકો. સગીરાને પણ સમજાવેલ કે 18 વર્ષ પૂરા થયે લગ્ન કરી આપશે. આમ બંને પક્ષે લીગલ એડવાઇઝ આપી કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ દીકરીને તેમના પિતાને સોંપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *