શહેરને મોરબી જિલ્લો જાહેર કર્યા બાદ ૨૦૧૨માં મવડા ઓથોરિટીની રચના થઈ ત્યાર બાદ અંદાજિત 4 વર્ષ બાદ બાંધકામના નિયમો બનાવવામાં આવ્યા બાદ મવડાને સ્થગિત કરી સરકાર દ્વારા 2017 માં C.G.D.C.R.ના નિયમો આવ્યા. જે અન્વયે શહેરને D.4 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો. હાલ ફરીથી મવડાને સક્રિય કરવામાં આવ્યુ.જેના લીધે લોકોને મંજૂરી માટે મોરબીનો ધકકો ખાવો પડશે. આથી સ્થાનિક પાલિકાને આ અંગે મંજૂરીના અધિકાર આપવામાં આવે તેવી સાંસદે પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હાલ વાંકાનેર નગરપાલિકા દ્વારા D.4 કેટેગરીના ધારાધોરણોને અનુસરી બાંધકામ મંજૂરી C.G.D.C.R. ૨૦૧૭ મુજબ આપવામાં આવે છે. પરંતુ ફરી મવડા કાર્યરત થતા વાંકાનેર પાલિકામાં બાંધકામ મંજૂરી સ્થગિત થઇ જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર નગરપાલિકામાં C.G.D.C.R. ૨૦૧૭ના ધારા ધોરણ મુજબ મંજૂરી અપાય છે પણ ફરી સરકાર દ્વારા મવડાને સક્રિય કરવામાં આવેલ છે જેના કારણે પ્રજાજનોને ઓથોરિટીની ઓફિસ કે જે મોરબી ખાતે કાર્યરત થશે ત્યાં મોરબી ૩૦ કિ.મી દૂર જવું પડશે તેથી અસુવિધા થાય અને આર્થિક રીતે મોંઘુ પડશે.
વાંકાનેર નગરપાલિકાને C.G.D.C.R. ૨૦૧૭ અંતર્ગત જે D.4 કેટેગરી છે તે યથાવત રાખી નગરપાલિકા કક્ષાએથી જ બાંધકામ મંજૂરી આપવી પ્રજાના હિતમાં હોય તેવી સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.