રાજકોટ શહેરની રોજબરોજની સફાઈમાં મદદરૂપ થતાં, સફાઈ કર્મચારીઓના હિતમાં લોકભાગ્ય નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવનાર છે તેમજ ભરતીના નિયમોમાં વય મર્યાદામાં સુધારો કરી વય મર્યાદા 40 વર્ષથી વધારી 45 વર્ષનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી સફાઈ કામદારની ભરતી માટે અગાઉની ભરતી જાહેરાતના અનુસંધાને અરજી કરેલ ઉમેદવારોને લાભ થશે. પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.