પાડાસણ ગામે કારની ઠોકરે ચડાવી ખેડૂત પર ધોકાથી હુમલો

શહેરમાં ભાવનગર રોડ પર પાડાસણ ગામની સીમમાં ખેડૂત આધેડ પર કારની ઠોકરે લઇને ચાર શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો. આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પાડાસણ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભીખુભાઇ સામતભાઇ મુંધવા (ઉ.52) રવિવારે રાત્રીના તેનું એક્ટિવા લઇને વાડીએથી ઘેર જતા હતા ત્યારે વડાળી ગામ પાસે બેકાબૂ કારે ઠોકરે લીધા હતા. અકસ્માત બાદ ફંગોળાયેલ આધેડ પર કારમાંથી અમારા ગામના પિતરાઇ ભાઇ ગેલા રાજા મુંધવા અને દેવા રભાભાઇ મુંધવાએ ઉતરી ધોકા સાથે ધસી આવી હુમલો કર્યો હતો. તેમજ બાઇકમાં આવેલા મહેશ વેલાભાઇ અને તેનો ભાઇ કાનજીએ પણ ધોકા સાથે આવી હુમલો કરી બધા નાસી ગયા હતા.

દરમિયાન ફોન કરતા તેનો પુત્ર વિશાલ અને તેના ભાઇ ગોકળભાઇએ આવી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે તપાસ કરતા અકસ્માત બાબતે માથાકૂટ થતા હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *