ધોરાજી કોર્ટે પાટણવાવનાં દુષ્કર્મના ગુનામાં આરોપીને 10 વર્ષની કેદની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. ધોરાજીનાં સરકારી વકીલ કાર્તિકેય પારેખે કેસની વિગત જણાવતાં ઉમેર્યું હતું કે તારીખ 20/ 1/ 1993ના ભોગ બનનાર ઉંમર વર્ષ 15ને બદકામના ઈરાદાથી કાયદેસરના વાલીપાણામાંથી ભગાડી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તેના આધારે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી.
તે વખતે ભોગ બનનાર અભણ હોય તેમને પ્રથમ જૂનાગઢ પછી સુરતનું કહી અનેક જગ્યાએ લઇ જઇ રમેશ કુરજીએ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. અને ક્યાંય લઈ ગયેલા આ આરોપી રમેશ કુરજી એ ભોગ બનનાર સાથે 6 મહિના સુધી રહેલા, આ સમયગાળા દરમિયાન વારંવાર શરીર સંબંધ બાંધેલો હતો જેથી દુષ્કર્મના કેસમાં સજા ફટકારાઇ હતી.
જો કે આ કેસમાં ભોગ બનનારની અદાલત રૂબરૂ જૂબાની થઈ ત્યારે 47 વર્ષની ઉંમરે જણાવ્યું હતું કે, જે તે વખતે તેની 16 વર્ષની હતી, આરોપી રમેશ સાથે પ્રેમ સંબંધ હતો. આ હકીકતને ધ્યાને લઈ કોર્ટે આરોપી રમેશને અપહરણના ગુનામાંથી નિર્દોષ છોડી મૂક્યો છે.
જ્યારે ભોગ બનનાર શરીર સંબંધની સહમતિ આપવા માટે સક્ષમ ન હોય અને કાયદાની જોગવાઈ પ્રમાણે તેને દુષ્કર્મ ગણવામાં આવે તેવી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી, આરોપીને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ 10 વર્ષની સજા, રૂપિયા 5000 દંડ ફટકાર્યો છે, જો કે મહિલાએ એવી કબુલાત આપી હતી કે આરોપી સાથે પ્રેમ સંબંધ હતો.