પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર-અધિકારીઓના ઘરો પર હુમલા કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી છે. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઈમરાન ખાન 2 કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. ઈમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં ઈમરાનના સમર્થકો પાકિસ્તાને ભળકે બાળી રહ્યા છે. ઈમરાનના સમર્થકો ઠેર-ઠેર તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. પેશાવરમાં એક રેડિયો સ્ટેશનની બિલ્ડિંગમાં આગ લગાવી હતી. સમર્થકોએ ડમી એરક્રાફ્ટને પણ આગચંપી કરી હતી.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો આરોપ છે – ખાનને મારવામાં આવી રહ્યા છે. પાર્ટીએ ઈમરાનના વકીલનો લોહીલુહાણ પડેલો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આઈજી અકબર ખાને કહ્યું કે અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના અખબાર ‘ધ ડૉન’ અનુસાર – અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ 50 અબજ રૂપિયાથી વધુનું છે અને તેનો ફાયદો માત્ર ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ જ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *