પાકિસ્તાનમાં ભણકારા, ભારત તરફથી કાર્યવાહીનો ડર- સુત્ર

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને તેની વાયુસેનાને હાઈ એલર્ટ પર મુકી છે. પાકિસ્તાની વાયુસેનાના જાસૂસી વિમાનો ભારતની સરહદે આવેલા વિસ્તારોની એર સ્પેસ પર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઇકની જેમ બદલો લઈ શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને ભારત તરફથી કાર્યવાહીનો ડર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બુધવારે પાકિસ્તાનમાં એક મોટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિઓની ચર્ચા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે પાકિસ્તાનમાં એક મોટી બેઠક થઈ. જેમાં ત્રણેય સેનાના વડાઓનો પણ સામેલ હતી. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક ઉપરાંત, પાકિસ્તાને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં પાકિસ્તાન આર્મી ચીફ સહિત અન્ય તમામ જવાબદાર અધિકારીઓ હાજર હતા.

બીજી મહત્વની વાત એ છે કે પાકિસ્તાન ભારત તરફથી આવતા નિવેદનો પર પણ નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનને ડર છે કે આ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી ન કરે. પાકિસ્તાનને ડર છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઇકની જેમ બદલો લઈ શકે છે. જેને ધ્યાનમાં રાખતા પાકિસ્તાને વાયુસેનાને એલર્ટ પર રાખી છે.

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે X પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “મને વિશ્વાસ છે કે ઈસ્લામાબાદ ભારતના કોઈપણ દુ:સાહસને નિષ્ફળ બનાવવા માટે તૈયાર રહેશે.” આ વખતે પાકિસ્તાનનો જવાબ ખૂબ જ કઠોર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *