પાકિસ્તાનના નાનકડા બ્લોગરને મળ્યું YouTubeનું સિલ્વર પ્લે બટન

પાકિસ્તાનનો એક નાનકડો બ્લોગર આ દિવસોમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. તેણે પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને શબ્દોનો ઉપયોગ કરીને નવી રીતે જ થોડાં અઠવાડિયાં પહેલાં સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેને યુટ્યૂબ તરફથી સિલ્વર પ્લે બટનથી સન્માનિત કરવામાં આવ્યો છે. મોહમ્મદ શિરાજ, જેને પાકિસ્તાનમાં સૌથી નાની ઉંમરના બ્લોગર તરીકે ઓળખવામાં આવે છે.

નાનકડો સિરાજ પોતાના પરિવાર, દૈનિક જીવન અને પાડોશીઓનાં અપડેટના વીડિયો બ્લોગમાં અપલોડ કરે છે. સિરાજ પાકિસ્તાનના ઉત્તરી ગિલગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રના એક સુંદર શહેર ખાપલૂનો રહેવાસી છે. આ વિસ્તાર બરફના પહાડોથી ઘેરાયેલો હોય છે. સિરાજ પોતાના ડેઇલી બ્લોગ તેની ચેનલ ‘Shirazi Village Vlogs’ પર અપલોડ કરે છે. મુસ્કાન નામની એક નાની છોકરી, જે કદાચ તેની નાની બહેન હશે, તે અવારનવાર વીડિયોમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *