પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે.

ધમાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે તે પોલીસ લાઇન્સ હેડક્વાર્ટર સુધી સંભળાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં ડર ફેલાઈ ગયો. દુર્ઘટના પછી બચાવ ટીમ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને આખા વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધમાકો અદાલતના પાર્કિંગ એરિયામાં ઊભેલી ગાડીઓમાં થયો. વિસ્ફોટથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા. સુરક્ષા એજન્સીઓ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ કાટમાળની તપાસ કરી રહ્યા છે.

પાકિસ્તાની જીઓ ન્યૂઝ મુજબ, આ વિસ્ફોટ એક સુસાઇડ અટેક હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરનું માથું ઘટનાસ્થળ પર મળ્યું છે, જેનાથી આત્મઘાતી હુમલાની પુષ્ટિ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *